પ્રારંભિક ભારતીય
₹350.00
પ્રારંભિક ભારતીય
ટોની જૉસેફ
આપણે કોણ છીએ અને આપણે અહીં કઈ રીતે આવ્યા, આપણા અસાધારણ ભૂતકાળનું રોમાંચક વર્ણન સાથે માનવ અવશેષોના પ્રાચીન ડીએનએના અભ્યાસના ક્ષેત્રમાં થયેલ અદ્યતન ઊંડાણપૂર્વક સંશોધનો આ પુસ્તકમાં પ્રસ્તુત થયા છે. આર્યો બહારથી આવ્યા હોવાના મુદ્દે ઘનિષ્ઠ તપાસ સાથે લેખક જોસેફે પુરાતત્ત્વ, ભાષાવિજ્ઞાન, આનુવંશિક અને સાહિત્ય જેવા વિવિધ આંકડાઓનું સંયોજન કર્યું છે. આર્યો બાબતે ચર્ચા રજૂ કરવાની સંભવત: એક શ્રેષ્ઠ રીત પુસ્તકમાં જણાવેલી છે. હંમેશાં બૌદ્ધિક સામગ્રીની અપેક્ષા રાખનાર ટોની જોસેફ આપણને આતુરતાની આનંદમય યાત્રા ઉપર લઈ જાય છે અને દર્શાવે છે કે, આપણા પૂર્વજો અહીં કઈ રીતે પહોંચ્યા હતા. ભારતમાં માનવોના અસ્તિત્વ બાબતની કુશળ અને પૂર્વગ્રહમુક્ત રચના, જેમાં પુરાતત્ત્વ, પ્રાચીન અને આધુનિક ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, ભૂગોળ અને આનુવંશિક પુરાવાઓનો એક ખાસ રુચિ સાથે ઉપયોગ કરવામાં આવેલ છે લેખક જોસેફ કુશળતાપૂર્વક અને પ્રતિભાશાળી રીતે દક્ષિણ એશિયાની પ્રાચીન સમસ્યાઓના ચોક્કસ ઉકેલ દર્શાવતી આનુવંશિક સંશોધનનો સાર આ પુસ્તકનો વિષય છે. ટોની જોસેફનું પુસ્તક પ્રાચીન ભારતીય ઇતિહાસના પ્રાથમિક તબક્કાઓ વિશિષ્ટ રૂપે સરળતાથી ટૂંકસાર આપણને ઉપલબ્ધ કરાવે છે, તેવા પ્રારંભિક તબક્કાઓ, જેની શરૂઆત આફ્રિકાના હાલના માનવોથી લઈને વેદોના યુગ સુધી ચાલુ રહી હતી. તેઓ વૈજ્ઞાનિક ચકાસણીનાં વિવિધ ક્ષેત્રો-પુરાતત્ત્વવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન, પ્રાચીન ગ્રંથ અને પ્રાચીન જિન્સ (ડીએનએ)ના ક્ષેત્રમાં હાલમાં જ થયેલ સંશોધનોને સામેલ કરવામાં આવેલ છે. આ ડીએનએનો અભ્યાસ ફક્ત ભારતમાં જ નહીં. પણ, યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના પ્રાચીન ઇતિહાસમાં પણ ક્રાંતિ લાવી રહ્યા છે. તે જ રીતે જોસેફ કથિત (ભારતીય) આર્યોના ઉદગમ અને પ્રાચીન ભારતમાં તેમના વસવાટ બાબતે પૂર્ણવિરામ મૂકી દે છે, જે મૂળભૂત રીતે, ખાસ કરીને પાછલાં ચાલીસ વર્ષથી રાજનીતિક ધોરણે બહુ ગાજેલો સવાલ છે.
લેખક વિશે
બિઝનેસવર્લ્ડના પૂર્વ સંપાદક ટોની જૉસેફ અનેક અન્ય અખબારો અને સામાયિકોમાં કૉલમ લખતા રહ્યા છે. તેઓએ હિન્દુસ્તાનના પ્રાગૈતિહાસિક વિષય પર અનેક પ્રભાવશાળી લેખો લખ્યા છે.
પૃષ્ઠો 264 કિંમત રૂ 360
Reviews
There are no reviews yet.